Connect Gujarat
ગુજરાત

ગાંધીનગરની તમામ સરકારી કચેરીઓ દોઢ કલાક મોડી ચાલુ થશે,વાઇબ્રન્ટ સમિટના પગલે લેવાયો નિર્ણય

ગાંધીનગરની તમામ સરકારી કચેરીઓ દોઢ કલાક મોડી ચાલુ થશે,વાઇબ્રન્ટ સમિટના પગલે લેવાયો નિર્ણય
X

વાઇબ્રન્ટ સમિટ શરૂ થવાને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે તેની અસરો પણ દેખાવાની શરૂ થઈ ગઈ છે. સરકારી અધિકારીઓ તો સતત વ્યસ્ત થઈ જ ગયા છે પણ સાથે સાથે હવે સરકારી કચેરીઓના સમયગાળાને પણ અસર થવા લાગી છે. વાઇબ્રન્ટ સમિટમાં આવનારા VVIPની સલામતીને લઈને સરકારે આજે વહેલી સવારે પરિપત્ર જાહેર કર્યો છે.

જેમાં જણાવ્યું છે કે, ગાંધીનગરની તમામ સરકારી કચેરીઓ દોઢ કલાક મોડી ચાલુ થશે. આ પરિપત્ર મુજબ એક દિવસ જ એટલે કે 10 જાન્યુઆરીના રોજ તમામ સરકારી કચેરીઓ દોઢ કલાક મોડી ચાલુ થશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાઇબ્રન્ટ સમિટને કારણે VVIP મૂવમેન્ટમાં વધારો થઈ રહ્યો છે અને ટ્રાફિક સમસ્યા ઉદભવી રહી છે.VVIP મૂવમેન્ટમાં અડચણ ન આવે તે માટે ગાંધીનગરના માર્ગો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી બુધવારે વાઇબ્રન્ટ સમિટનું મહાત્મા મંદિર ખાતે ઉદ્ઘાટન કરનાર છે ત્યારે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે સરકારે એક નવો પરિપત્ર જાહેર કર્યો છે.

Next Story