/connect-gujarat/media/post_banners/d89311bc0afaf583b3aa32335586f3702b13044bcc6af87ac3045099d715fad6.webp)
હાલમાં ગરમીની ઋતુ શરૂ થઈ ગઇ પણ તેની જોઈએ તેવી અસર જોવા મળી નથી. જેમાં પણ અખાત્રીજના દિવસે પવનની દિશા અને તેની અસરથી સમગ્ર વર્ષ દરમિયાન ચોમાસુ કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. આ અંગે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે જણાવ્યુ હતું કે, રાજ્યના એપ્રિલના અંતમાં અને મેની શરૂઆતમાં જ વાવાઝોડું આવી શકે છે.
જેના માટે આંબાલાલ પટેલે કહ્યું હતું કે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાય શકે છે. જેની અસર આગામી દિવસોમાં ગુજરાત સહિતના વિસ્તારોમાં જોવા મળશે. આ ઉપરાંત રાજ્યભરમાં કમોસમી વરસાદનો વધુ માર જોવા મળી શકે છે. મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં વાવાઝોડાની સાથે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. જ્યારે મે મહિનાની 3 મે થી 8 મે સુધી હવામાનમાં પલટો જોવા મળશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનો ખતરો જોવા મળી રહ્યો છે. જેના કારણે સ્થાનિક ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે. આ સાથે મે મહિનામાં ગરમીનો પારો વરસાદ બાદ ફરી ઊંચો જાય શકે તેમ છે.