અરવલ્લી પર્વતમાળા અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે મોટો અને મહત્વપૂર્ણ લીધો નિર્ણય

અરવલ્લી પર્વતમાળા અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સમગ્ર અરવલ્લી ક્ષેત્રમાં હવે કોઈપણ નવા ખનન પટ્ટા

New Update
cs

અરવલ્લી પર્વતમાળા અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સમગ્ર અરવલ્લી ક્ષેત્રમાં હવે કોઈપણ નવા ખનન પટ્ટા આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

અરવલ્લી પર્વતમાળાને લઈને લાંબા સમયથી ચાલતા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારનો આ નિર્ણય પર્યાવરણ માટે ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. બુધવારે કેન્દ્ર સરકારે સ્પષ્ટ આદેશ જારી કરીને તમામ રાજ્યોને સૂચના આપી છે કે અરવલ્લી વિસ્તારમાં હવે કોઈપણ નવા ખનન પટ્ટા મંજૂર કરવામાં નહીં આવે. આ નિર્ણયનો સીધો હેતુ અરવલ્લીના પર્યાવરણીય સંતુલનને જાળવવાનો અને વધતી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓને રોકવાનો છે.

Latest Stories