/connect-gujarat/media/media_files/2025/11/01/scscss-2025-11-01-20-24-55.jpg)
રાજ્યમાં કમોસમી વરસાદના પ્રકોપ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરી છે. હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. નોંધનિય છે કે, અરબ સાગરની સિસ્ટમ હાલ ગુજરાત તરફ આગળ વધી રહી છે. જો કે તેની ગતિ સાથે આ સિસ્ટમ ધીરે ધીરે નબળી પણ પડી રહી છે. જેથી રાજ્યમાં આગામી 2 દિવસ બાદ ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે. હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં બે દિવસ હજુ પણ વરસાદનું જોર રહેશે. સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદનો માર વધશે. સાબરકાંઠા, પાટણ અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યુ છે. બે દિવસ પંચમહાલ જિલ્લામાં પણ વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.
હવામાન વિભાગના મોડલ મુજબ 1 અને 2 નવેમ્બરે અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ,પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત, છોટાઉદેપુર, વલસાડ,નવસારી, ડાંગ, તાપી, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદમાં એકાદ જિલ્લામાં ભારે બાકી મધ્યમ વરસાદ વરસશે. જામનગર રાજકોટ, સુરેન્દ્રનગર,અમદાવાદ, ગાધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાઠામાં હળવાથી મઘ્યમ વરસાદ 6 નવેમ્બર સુધી વરસતો રહશે.
વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં સવારથી અત્યાર સુધી 72 તાલુકામાં વરસાદ વરસ્યો. આજે અમદાવાદના ધંધુકામાં સૌથી વધુ બે ઈંચ વરસાદ વરસ્યો. આજે ચાર કલાકમાં લોધિકામાં 1.61 ઈંચ વરસાદ વરસ્યો. ચાર કલાકમાં ભાવનગરના ઉમરાળામાં 1.34 ઈંચ વરસાદ વરસ્યો. આજે ચાર કલાકમાં જંબુસરમાં 1.18 ઈંચ વરસાદ વરસ્યો, ગઢડા, ચુડામાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો.