Connect Gujarat
ગુજરાત

અમરેલી: કોરોનાકાળમાં આધાર ગુમાવેલ 11 દીકરીઓના સેવાભાવી સંસ્થાએ કરાવ્યા લગ્ન,વડીયા ગામમાં ઉત્સવનો માહોલ

એક સાથે 11 વરરાજાઓના જાણે શાહી લગ્નો હોય તેમ આખું વડીયા ગામના લોકોએ માવતર બનીને વરરાજાઓનો સત્કાર કર્યો

X

કોરોના કાળમાં પરિવારનો આધાર ગુમાવી ચુકેલા પરિવારની આર્થિક કફોડી સ્થિતિમાં જુવાનજોધ દીકરીઓના લગ્નો કેમ કરવા એવી આવી પડેલી વિપદા વચ્ચે અમરેલીના વડીયામાં સરપંચને સખીદાતાઓના સહયોગથી માં બાપ વગરની આવી 11 દીકરીઓના પાલક પિતા બનીને દીકરીઓને ધામધૂમ પૂર્વક લગ્નો કરાવીને નવતર ચીલો વડીયાની ગોવર્ધન ગૌશાળા દ્વારા ચીતરવામાં આવ્યો હતો

ડી.જે.ના તાલે નિકળેલી આ વરરાજાની જાન છે: અમરેલી જિલ્લાના વડીયા ગામની... એક સાથે 11 વરરાજાઓના જાણે શાહી લગ્નો હોય તેમ આખું વડીયા ગામના લોકોએ માવતર બનીને વરરાજાઓનો સત્કાર કર્યો વડીયા પંથકની 11 જેટલી દીકરીઓના પાલક પિતા વડીયા ગૌવર્ધન ગૌશાળાના ટ્રસ્ટીઓ હતા. કોરોના કાળમાં અકાળે મૃત્યુ પામેલા સ્વજનોની દીકરીઓ પરણાવવાની ઈચ્છાઓ પાલક પિતા બનેલા વડીયા ગૌવર્ધન ગૌશાળામાં ટ્રસ્ટીઓએ પુરી કરીને વડીયા પંથકની 11 દીકરીઓના શાહી લગ્ન કરાવ્યા હતા.

આ મોંઘવારીમાં જો 1 દીકરી પરણાવવાની હોય તો વિચારવું પડે પણ 11-11 દિકરીઓમાં જાજરમાન લગ્ન કરાવનાર ગૌશાળાના ટ્રસ્ટીઓ લુલી લંગડી ગાય માતાની સેવાનો ભેખ ધારણ કર્યો સાથે ટ્રસ્ટીઓમાં વડીયાના સરપંચ દ્વારા આવી માં બાપ વિનાની દીકરીઓના ઉધ્ધાર માટે પ્રેરણાદાયી કાર્ય કરીને વાજતે ગાજતે દિકરીઓને પરણાવી હતી

Next Story