Connect Gujarat
ગુજરાત

અમરેલી : રાયડી ગામે એક સાથે 6 નીલગાયના મોત, ફૂડ પોઇઝનિંગથી મોત થયાનું વન વિભાગનું તારણ

અમરેલી : રાયડી ગામે એક સાથે 6 નીલગાયના મોત, ફૂડ પોઇઝનિંગથી મોત થયાનું વન વિભાગનું તારણ
X

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાયડી ગામ ખાતે એક સાથે 6 જેટલી નીલગાયના મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાયડી ગામ ખાતે આવેલ ભીખા ગોંડલીયાની વાડીમાંથી એક સાથે 6 જેટલી નીલગાયના મૃતદેહ માલી આવ્યા હતા. વાત વાયુવેગે પ્રસરતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

જેમાં 1 નર અને 5 માદા નીલગાયના મૃતદેહ હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે જ એરંડાનો પાક ખાવાથી ફૂડ પોઇઝનિંગની અસર થવાના કારણે 6 નીલગાયના મોત થયા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે, ત્યારે હાલ તો ખાંભા-તુલશીશ્યામ વન વિભાગ દ્વારા 6 નીલગાયના મોત મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story