Connect Gujarat
ગુજરાત

અમરેલી : જાફરાબાદના લુણસાપુર ગામે સિક્યુરિટી અને વન વિભાગના 3 કર્મી પર સિંહણનો હુમલો...

X

જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ નજીકની ઘટના

સિક્યુરિટી-વન વિભાગના 3 કર્મી પર સિંહણનો હુમલો

સિંહણે હુમલો કરતાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

ભારે જહેમત બાદ સિંહણ પાંજરે પુરાતાં લોકોમાં રાહત

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ નજીક કંપનીના સિક્યુરિટી ગાર્ડ અને વન વિભાગના 3 કર્મીઓ પર સિંહણે હુમલો કરતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ નજીક કંપનીના સિક્યુરિટી પર સિંહણે હુમલો કર્યો હતો. સિંટેક્સ કંપનીનો સિક્યુરિટી જવાન ફરજ પર હતો, ત્યારે પેટ્રોલીંગ દરમ્યાન સિંહણે તેના ઉપર હુમલો કર્યો હતો. બનાવના પગલે વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં રઘવાઈ બનેલી સિંહણ દ્વારા સિક્યુરિટી બાદ વન વિભાગના 3 કર્મી ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત સિક્યુરિટી અને વન વિભાગના કર્મીઓને રાજુલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જાફરાબાદના લુણસાપુર અને મિતિયાળા વચ્ચે આક્રમક બનેલી સિંહણને પાંજરે પૂરવા વન વિભાગ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 2 કલાકની ભારે જહેમત બાદ હુમલાખોર સિંહણ પાંજરે પુરાઈ જતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Next Story