Connect Gujarat
ગુજરાત

અમરેલી: એક વ્યક્તિએ પરિણીતાને વૃક્ષ સાથે બાંધી ઢોર માર માર્યો,વાળ પણ કાપી નાંખ્યા,કારણ જાણી ચોંકી જશો !

ધારીમાં પતિ સાથે ઝઘડાની રીસ રાખી આરોપીએ પત્નીનું અપહરણ કરી વૃક્ષ સાથે બાંધી ઢોર માર માર્યા બાદ વાળ પણ કાપી નાખ્યા

X

અમરેલીના ધારીમાં પતિ સાથે ઝઘડાની રીસ રાખી આરોપીએ પત્નીનું અપહરણ કરી વૃક્ષ સાથે બાંધી ઢોર માર માર્યા બાદ વાળ પણ કાપી નાખ્યા હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આ મામલામાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અમરેલીના ધારીમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધારી ગામે રહેતા કિશન વસાવાનો ગામમાં જ રહેતા એક વ્યક્તિ સાથે અગાઉ અંગત અદાવતે ઝઘડો થયો હતો જેની રીસ રાખી કિશને તેની પત્નીને નિશાન બનાવી હતી.આરોપી કિશન વસાવા 15 ઓક્ટોબરની રાત્રિએ તેના ઘરે પહોંચ્યો હતો અને પત્નીને તેના પતિ પાસે જવાનું હોવાનું બહાનું બતાવી સાથે લઈ ગયો હતો. ગામથી 10 કી.મી.દૂર આવેલ એક અવાવરુ જગ્યાએ લઈ ગયા બાદ તેણે પરિણીતાને ઝાડ સાથે બાંધી દીધી હતી અને ત્યાર બાદ ઢોર માર મારી વાળ પણ કાપી નાખ્યા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પરિણીતાએ તેના પિતરાઇ ભાઇનો સંપર્ક કરતા તેણે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બાબતે મહિલાએ રવિવારે અપહરણ, કેદ, જાતીય હુમલો અને દુખ પહોંચાડવાની ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે આરોપી કિશન પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story