Connect Gujarat
ગુજરાત

અમરેલી : સફેદ સોના સમા કપાસની મબલખ આવક, બાબરા માર્કેટીંગ યાર્ડ કપાસથી ઉભરાયું...

બાબરા યાર્ડમાં રૂ. 1300થી 1490 સુધી કપાસનો સારો ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી

X

બાબરા માર્કેટીંગ યાર્ડમાં કપાસની મબલખ આવક

રૂ. 1300થી 1490 સુધી ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

માવઠાના પગલે કપાસ પલળી જતાં આંશિક નુકશાન

અમરેલી જિલ્લાના બાબરા માર્કેટીંગ યાર્ડમાં સફેદ સોના સમા કપાસની મબલખ આવક થતાં માર્કેટિંગ યાર્ડ કપાસથી છલકાય રહ્યું છે. અમરેલી જિલ્લાના બાબરાનું માર્કેટિંગ યાર્ડ હાલ સફેદ સોનું કહી શકાય તેવા કપાસથી છલકાય ઉઠ્યું છે. હાલમાં લગ્નની સિઝનની શરૂઆત થઇ ચુકી હોય ખેડૂતો કપાસ વેચવા યાર્ડમાં વાહનો લઇ આવી રહ્યાં છે.

બાબરા પંથકમાં કપાસનું વાવેતર વધુ પ્રમાણમાં થયું હતું. તેવામાં કમોસમી વરસાદના કારણે કપાસ પલળી જતાં ખેડૂતોને આંશિક નુકશાન થયું છે. પરંતુ બાબરા યાર્ડમાં રૂ. 1300થી 1490 સુધી કપાસનો સારો ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે. તો બીજી તરફ, ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળ્યા હોવાનું પણ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન જણાવી રહ્યા છે.

Next Story