Connect Gujarat
ગુજરાત

અમરેલી : ખાંભા ગીરના ધાવડીયામાં ઓર્ગેનિક કારેલાની ખેતી કરતા ઓછા ભાવ મળ્યા, ખેડૂતમાં નિરાશા વ્યાપી

5 વિઘાની કારેલાની વર્ષોથી ખેતી કરતા ખેડૂતને કારેલાના બી થી લઈને મજૂરી પાણી વીજળી સહિતના ખર્ચાઓ ગણીને ખેડૂતોને હાલ કિલોએ માત્ર 20 રૂપિયા મળે છે.

X

અમરેલી જિલ્લાના ખાંભા ગીરના ધાવડીયામાં ઓર્ગેનિક કારેલા ની ખેતી કરતા ખેડૂતને ગત વર્ષ કરતા આ વર્ષે કારેલાના ભાવો ઓછા મળતા ખેડૂતમાં નિરાશા વ્યાપી છે. આ છે ખાંભા ગીરના વિસ્તારોમાં કારેલાની ઓર્ગેનિક ખેતી. દેશી છાણ અને કુદરતી રીતે જંગલ વિસ્તારમાં મેડાઓ કરીને કારેલાની ખેતી કરવામાં આવે છે.5 વિઘાની કારેલાની વર્ષોથી ખેતી કરતા ખેડૂતને કારેલાના બી થી લઈને મજૂરી પાણી વીજળી સહિતના ખર્ચાઓ ગણીને ખેડૂતોને હાલ કિલોએ માત્ર 20 રૂપિયા મળે છે.

જ્યારે બજારોમાં આજ ઓર્ગેનિક કારેલા 40 થી 50 રૂપિયામાં આરામથી વેચાઈ રહ્યા હોય ત્યારે ખેડૂતોને પરસેવાની કમાણીની યોગ્ય કિંમત ન મળતી હોવાનો વસવસો કારેલા પકવતા ખેડૂત કરી રહયા છે. ગયા વર્ષે કોરોના અને વાવાઝોડા ને કારણે કારેલા માટે કરેલા માળિયા પડી ગયેલા છતાં પણ આ વર્ષે ઓર્ગેનીક કારેલા 4 થી 5 વિધામાં કર્યા હતા ને ગત વર્ષે 30 થી 35 રૂપિયા કિલોની ઉપજ મળતી હતી જ્યારે આ વખતે 20 થી 25 રૂપિયા કિલોએ મળી રહ્યા છે.

એ વખતે કારેલાની ઉપજ પણ મબલખ આવી રહી છે ને અમરેલી રાજકોટ સુધી ધાવડીયા ના ઓર્ગેનીક કારેલા જાય છે પણ ખેડૂતોને પોષણશમ ભાવો મળતા નથી ત્યારે બાગાયતી ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે સરકાર પણ પ્રોત્સાહન આપતી હોવાનું બાગાયતી અધિકારીએ જણાવ્યું હતું. પરંતુ ઓર્ગેનિક કારેલાના પૂરતા અને પોષણક્ષમ ભાવો મળી રહ્યા નથી.

Next Story