/connect-gujarat/media/post_banners/d28a82b5cf59edee68241dc932059eaf3697b1e78ebac804a3a063d2d6f40418.webp)
અમરેલીના ઉમરાળા ખાતે રેલવેની માલગાડીના ડબ્બા ખડી પડતાં મહુવાથી સુરેન્દ્રનગર સુધીનો રેલ્વે વ્યવહાર ખોરવાઈ ગયો હતો અમરેલીના ઉમરાળા ખાતે માલગાડીના ડબ્બાઓ રેલવે ટ્રેક પરથી ખડી જતા સમગ્ર રેલવે તંત્રનો વ્યવહાર ખોરવાઈ ગયો હતો જેમાં મહુવાથી ઉપડેલી મહુવા ભાવનગર રેલવે ટ્રેનના મહુવા સાવરકુંડલા સહિતના મુસાફરો લીલીયા રેલવે સ્ટેશનને ટ્રેન ઉભી રહી જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો પડ્યો હતો.મુસાફરો દ્વારા રેલવે વિભાગને ટિકિટના પૈસા પરત માંગતા રેલવે વિભાગ દ્વારા યોગ્ય વર્તન ન થતું હોવાનું પણ મુસાફરોએ રોષ ઠાલવ્યો હતો જ્યારે રેલવે સ્ટેશન પર કોઈ સુવિધાઓ ન હોવાને કારણે ભાવનગર જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો