અમરેલી પોલીસને મળી મોટી સફળતા
ગુજસીટોકનો આરોપી હિમાચલ પ્રદેશથી ઝડપાયો
રેસ્ટોરેન્ટમાં વેઈટર તરીકે કરી રહ્યો કામ
સાવરકુંડલા તાલુકાના રૂરલ પોલીસ સ્ટેશનના ગુજસીટોકનો આરોપી સુરત લાજપોર જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટી 10 માસથી ફરાર કેદીને હિમાચલ પ્રદેશના ધર્મશાળામાંથી પોલીસે ઝડપી લીધો હતો.
સાવરકુંડલા તાલુકાના દોલતી ગામનો દાદેશ ઉર્ફે દાદુ નાથાભાઈ ચાંદુ ગુજસીટોકના ગુનામાં સુરતની લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે હતો જેના ઉપર સાવરકુંડલા.. કાપોદ્રા પોલીસ સ્ટેશન સુરત અને અમરેલી સીલીસ્ટ સિટી પોલીસ સ્ટેશન વગેરે પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાયા હતા.આ આરોપીના તારીખ 12 ઓગસ્ટ 22 થી તારીખ 18 ઓગસ્ટ 22 સુધીના વચગાળાના જામીન મંજૂર થયેલ હતા અને તારીખ 19 ઓગસ્ટ 22 ના રોજ સુરત લાજપોર જેલમાં હાજર થવાને બદલે તે ફરાર થઈ ગયો ત્યારે અમરેલી એલસીબીએ તેમની શોધખોળ આદરતા અને બાતમી મળતા આ આરોપી હિમાચલ પ્રદેશના મેકલીઓડ ગંજ ધર્મશાળા ખાતે હોલીવુડ કેફે નામના રેસ્ટોરેન્ટમાં વેઈટર અને સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હતો અને કુલદીપ નામે ખોટું નામ ધારણ કરી ખોટું આધાર કાર્ડ બનાવીને રહેતો હતો જ્યાંથી અમરેલી પોલીસને 10 માસથી નાસ્તા ફરતા ખૂંખાર આરોપીને ઝડપી લેવામાં સફળતા મળે છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.