અમરેલી : સુરાગપૂર ગામે દોઢ વર્ષીય બાળકી બોરવેલમાં ખાબકી

અમરેલી જિલ્લાના સુરાગપૂર ગામમાં દોઢ વર્ષીય બાળકી અચાનક બોરવેલમાં પડી જતાં તંત્રમાં દોડધામ મચી હતી.

New Update

અમરેલી જિલ્લાના સુરાગપૂર ગામમાં દોઢ વર્ષીય બાળકી અચાનક બોરવેલમાં પડી જતાં તંત્રમાં દોડધામ મચી હતી.

મળતી માહિતી અનુસારઅમરેલી જિલ્લાના સુરાગપૂર ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરની દોઢ વર્ષની આરોહી નામની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી. બાળકી બોરવેલમાં ખાબકતા માતા-પિતા સહિતનો પરિવાર હતપ્રભ થઈ ઉઠ્યો હતો. બનાવની જાણ થતાં જ 108 ઈમરજન્સીફાયર વિભાગની ટીમ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

108 ઈમરજન્સી દ્વારા બાળકીને બોરવેલમાં ઑક્સિજન આપવાની કામગીરી કરવામાં આવી હતી. દોઢ વર્ષની બાળકી બોરવેલમાં 45થી 50 ફૂટના અંતરે હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવ્યું હતું. તો બીજી તરફસાંસદ ભરત સુતરીયા અને ઘારાસભ્ય જનક તળાવિયાલાઠી પ્રાંત અધિકારી સહિત મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રશાસન દ્વારા બાળકીને બહાર કાઢવા માટે રાજુલાથી યંત્ર રોબોટની ટીમ પણ બોલાવવામાં આવી છેત્યારે હાલ તો બાળકી આરોહી માટે પ્રાર્થનાનો દોર શરૂ થયો છે.

Read the Next Article

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 20 જુલાઈ રવિવારના દિવસે  કચ્છ, મોરબી અને જામનગરમાં  કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અમુક

New Update
વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 20 જુલાઈ રવિવારના દિવસે  કચ્છ, મોરબી અને જામનગરમાં  કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે જ સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે તો ક્યાંક  હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ વરસી શકે છે. આજે વરસાદની સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે.  અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે.  23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 અને 22 જુલાઇએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે.  એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.