અમરેલી : જાફરાબાદમાં કચરાનું રિસાયક્લિંગ કરતા કારખાનામાં ભીષણ આગ લાગતા દોડધામ, ફાયરની 7 ટીમ બચાવ કામગીરીમાં લાગી

અમરેલી જિલ્લાના જાફરાબાદનાં બાબરકોટ ગામ નજીક આવેલા ખાનગી કારખાનામાં ભીષણ આગ લાગી છે.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 7 જેટલી ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે દોડી જઇ આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

New Update

અચાનક ભીષણ આગની ઘટનાથી તંત્રમાં દોડધામ, ફાયર બ્રિગેડની 7 ટીમ દ્વારા આગ કાબૂમાં લેવાના પ્રયાસ, કારખાનામાં મોટી નુકસાનીની આશંકા 

Advertisment

અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જાફરાબાદના બાબરકોટ નજીક આવેલા ખાનગી કારખાનામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી છે.

આ કારખાનામાં કચરાનું રિસાયક્લિંગ કરવામાં આવતુ હતું. અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા 7 જેટલી ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આગની ઘટનાની જાણ થતા મામલતદાર, પોલીસ અને રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, સિન્ટેક્ષ કંપની અને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સહિતના ઉદ્યોગોના ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અચાનક ભભૂકી ઉઠેલી આગના કારણે કારખાનામાં મોટું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisment
Latest Stories