Connect Gujarat
ગુજરાત

અમરેલી: પારગી ગેંગના ત્રણ સાગરીતોની પોલીસે કરી ધરપકડ,બેન્કમાં રૂપિયા લેવા આવનાર ગ્રાહકોને કરતા હતા ટાર્ગેટ

X

અમરેલી જિલ્લા પોલીસને મળી સફળતા

પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

બેન્કમાં રૂપિયા લેવા આવનાર ગ્રાહકોને કરતા હતા ટાર્ગેટ

બેંક પોસ્ટ ઓફિસમાં પૈસાની લેતી દેતી કરનાર ગ્રાહકો મુસાફરો અને રાહદારીઓની નજર ચૂકવી રોકડ રકમની ચોરી કરનાર પારગી ગેંગના ત્રણ સભ્યોને રોકડા રૂપિયા એક લાખ 15 હજાર સાથે અમરેલી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી પોલીસને મળેલી ફરિયાદ મુજબ બેંકમાંથી પૈસા લઈ જનાર ગ્રાહકો પોસ્ટ ઓફિસ માંથી પૈસાની લેતી દેતી કરનાર ગ્રાહકો અને રાહદારીઓ સાથે નજર ચૂકવી અને પારગી ગેંગના ત્રણ સભ્યો રોકડ રૂપિયાની ચોરી કરી રહ્યા હોવાની વાતને અમરેલી પોલીસે ગંભીરતાથી લઈ અમરેલીની રવિવારી બજારમાંથી ત્રણ શંકાસ્પદ ઈસમોને પકડી પાડતા અને આખરી પૂછપરછ કરતા તેમજ સઘન પૂછપરછ દરમિયાન તેમણે 16 જેટલા ગુનાઓની કબુલાત આપી હતી અને ચોરીના મુદ્દામાલમાં રોકડ રૂપિયા એક લાખ 15 હજાર રોકડા કબજે કર્યા હતા

Next Story