New Update
/connect-gujarat/media/post_banners/8f562eaaced18349370b54a41d8872210a40a5a6a33a1f23346119f3d7633f77.webp)
રજાનો માહોલ શરૂ થતા જ અમરેલી પંથકમાં દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટશે. જો કે અહી મોટાભાગના પ્રવાસીઓ માત્ર જિલ્લામાંથી પસાર થશે. ગીર જંગલમાં ઓણસાલ દીપાવલી પર્વ પર બે લાખથી વધુ પ્રવાસીઓ ઉમટશે. વહીવટી તંત્ર દ્વારા આ માટે આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. જંગલની મધ્યમાં આવેલા તુલસીશ્યામ, બાણેજ, કનકાઇ જેવા સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટશે. તુલસીશ્યામમાં પ્રવાસીઓના રોકાણ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે.