/connect-gujarat/media/post_banners/74471f8ba263bbfe7987a6770a5873a34584e9347f43f23910c0261172046f38.jpg)
બાબરીયાધાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ
વરસાદથી ઉતાવળી નદીમાં આવેલ પૂરમાં ટ્રક ફસાયો
GRDના જવાનોએ કર્યું ટ્રકમાં સવાર 6 લોકોનું રેસક્યું
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બાબરીયાધાર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આજે કમોસમી વરસાદની આગાહીના પગલે ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે આવેલ ઉતાવળી નદીમાં જાણે ઘોડાપૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે જ ઉતાવળી નદીને પસાર કરતી વેળા એક ટ્રક પાણીમાં ફસાયો હતો. બનાવના પગલે GRDના જવાનો અને ગ્રામજનોને જાણ થતા તાત્કાલિક આ ટ્રકમાં સવાર થયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ટ્રકમાં સવાર 6 જેટલાં લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. GRDના જવાનોએ ટ્રકમાં સવાર 5થી 6 લોકોને દોરડા નાખી બચાવી લીધા હતા. આ કામગીરીમાં GRDના ભરત રાઠોડ, દીપક રાઠોડ, ભુપત રાઠોડ સહિત ગ્રામજનો જોડાયા હતા.