Connect Gujarat
ગુજરાત

રાધનપુર ભાભર હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, 4ના મોત

રાધનપુર ભાભર હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, 4ના મોત
X

રાધનપુર ભાભર હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગોજારા અકસ્માતમાં 4ના મોત થયા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ટ્રેલર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠાના ગોશણ ગામ નજીક આ ઘટના બની છે.

બનાસકાંઠાના માળી પરિવારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં 4ના મોત 3ને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતની ઘટનામાં ઘટના સ્થળે જ 2ના મોત થયા હતા જ્યારે બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ ઉપરાંત ઈજાગ્રસ્ત એક પુરુષ અને 2 મહિલા સારવાર હેઠળ હોસ્પિટલે ખસેડાયા છે. અકસ્માતની ઘટનાને પગલે અફરાતફરી મચી જવા પામી હતી. આ ઉપરાંત હોસ્પિટલ ખાતે પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હાલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે.

આ ઉપરાંત થોડા દિવસ પહેલા સમી નજીક એક ગોજારા અકસ્માતની ઘટના સામે આવી હતી. આ અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા ભર્યા મોત થયા હતા. ઈક્કો વાન અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પતિ પત્ની અને સામે ઈકોમાં સવાર બાળકીનું મોત નિપજ્યું હતું. CM બંદોબસ્તમાંથી પરત ફરતા મહિલા કોન્સ્ટેબલને અકસ્માત નડ્યો હતો.

Next Story