ચીનમાં બાળકોમાં ફેલાયલ રોગને લઈને ગુજરાતમાં એલર્ટ જાહેર કરાયું, 19 ડિસેમ્બરે મોકડ્રીલ યોજાશે

New Update
ચીનમાં બાળકોમાં ફેલાયલ રોગને લઈને ગુજરાતમાં એલર્ટ જાહેર કરાયું, 19 ડિસેમ્બરે મોકડ્રીલ યોજાશે

ચીનમાં બાળકોમાં ફેલાયલ ઈન્ફ્લુએન્ઝા, માઈકોપ્લાઝમા ન્યૂમોનિયાના વધતા કેસને લઈને ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ બીમારી ન વકરે તે માટે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુજરાત સરકારને એલર્ટ રહેવા સૂચના આપી છે. એટલુ જ નહીં જો આ રોગચાળો વકરે તો દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોમાં 19 ડિસેમ્બરે મોકડ્રીલ યોજાશે.

મોકડ્રીલ દરમિયાન જ હોસ્પિટલોમાં એન્ટી વાયરલ દવા, વેન્ટીલેટર, પીપીટી કીટ, ટેસ્ટીંગ કીટ ઉપરાંત ઓક્સિજન સહિત બેડ તૈયાર છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે. રાજ્ય આરોગ્ય વિભાગની સૂચના બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિન્ટિલેટર સાથે 300 બેડનો ખાસ આઈસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ વર્ષ ચીન માટે ઘણું ખરાબ રહ્યું છે. ચીનને કોરોનાથી થોડી રાહત મળી હતી ત્યારે હવે એક નવી મુસીબત તેમના પર ખતરો ઉભી કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ચીનમાં બાળકોમાં શ્વાસ સંબંધી રોગોમાં અચાનક વધારો થયો છે. 13 નવેમ્બરે ચીનમાં અજાણ્યા ન્યુમોનિયાનો પહેલો કેસ નોંધાયો હતો. હવે સ્થિતિ એવી છે કે દરરોજ સરેરાશ 1,200 દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ચીન ન્યુમોનિયાના કેસ વધવાથી પરેશાન છે.

Latest Stories