Connect Gujarat
ગુજરાત

ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, 630 કરોડનું સહાય પેકેજ જાહેર

રાજ્ય સરકારે રૂ. 630 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે આ પેકેજ રાજ્યના 8 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને પેકેજ સહાયનો લાભ મળશે

ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, 630 કરોડનું સહાય પેકેજ જાહેર
X

રાજ્ય સરકારે ખેડૂત લક્ષી વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે 2022ની ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલ નુકશાનીનું સહાય પેકેજ જાહેર કર્યું છે રાજ્ય સરકારે રૂ. 630 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે આ પેકેજ રાજ્યના 8 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને પેકેજ સહાયનો લાભ મળશે અંદાજે 9.12 લાખ હેક્ટર વિસ્તારમાં થયેલા પાક નુકશાન સામે સહાય ચુકવાશે..

14 જિલ્લાના અસરગ્રસ્ત 50 તાલુકાઓના 2554 ગામોના પાક નુકશાન અહેવાલોનું આકલન 33 ટકા અને તેથી વધુ નુકશાન હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે પેકેજ સહાયનો લાભ જેમાં છોટાઉદેપૂર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ, ખેડા જિલ્લાઓના કુલ પ૦ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે..

Next Story