Connect Gujarat
ગુજરાત

આણંદ : વાસદ- તારાપુર હાઇવે પર 14 બ્રિજ અને 200 અંડરપાસ, જુઓ કયારે થશે ઉદઘાટન

ગુજરાતના સૌથી મહત્વના પ્રોજેકટ ગણાતાં વાસદ -તારાપુર હાઇવેની કામગીરી ઝડપથી પુર્ણ કરવા માટે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે અધિકારીઓને સુચના આપી છે.

X

ગુજરાતના સૌથી મહત્વના પ્રોજેકટ ગણાતાં વાસદ -તારાપુર હાઇવેની કામગીરી ઝડપથી પુર્ણ કરવા માટે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે અધિકારીઓને સુચના આપી છે. આગામી એક મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હાઇવેનું લોકાર્પણ થાય તેવું આયોજન ગુજરાત સરકાર કરી રહી છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડવામાં વાસદ- તારાપુર હાઇવે મહત્વની ભુમિકા ભજવે છે. આ હાઇવે પરથી રોજના 15 હજાર કરતાં વધારે વાહનોની અવરજવર રહેતી હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી હાઇવેના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. ગોકળગાય ગતિથી ચાલતી કામગીરીના લીધે વાહનચાલકો હાલાકી ભોગવી રહયાં છે તેમન અકસ્માતોમાં નિર્દોષ લોકો જીવ ગુમાવે છે. 48 કીમીની લંબાઇ ધરાવતાં હાઇવે પર 14 બ્રિજ અને 200 જેટલા અંડરપાસ આવેલાં છે. જો આ હાઇવે ઝડપથી બની જાય તો હજારો વાહનચાલકોને ફાયદો થાય તેમ છે. સિકસલેનના રસ્તાની કામગીરીનું શનિવારના રોજ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે નિરિક્ષણ કર્યું હતું. હાઇવેની મુલાકાત બાદ તેમણે જણાવ્યું હતું કે, આગામી એક મહિનામાં હાઇવેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવાનું આયોજન છે. અને હાઇવેના ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવશે.

Next Story