અંકલેશ્વર : બાઇસિકલ ક્લબ દ્વારા 7મી સાયક્લોથોન-વોકેથોનનું આયોજન, પાણી બચાવો થીમ ઉપર સાયક્લોથોનમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે

અંકલેશ્વર : બાઇસિકલ ક્લબ દ્વારા 7મી સાયક્લોથોન-વોકેથોનનું આયોજન, પાણી બચાવો થીમ ઉપર સાયક્લોથોનમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે
New Update

અંકલેશ્વરમાં કાર્યરત બાઇસિકલ ક્લબ દ્વારા દર વર્ષે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ બાઇસિકલ ક્લબ દ્વારા પાણી બચાવો અને વરસાદી પાણી બચાવો થીમ ઉપર જિલ્લાની સૌથી મોટા 7માં સાયક્લોથોનનું આયોજન કરાયું હતું. જેમાં સાયકલિંગ અને વોકિંગનું આયોજન કરાયું હતું. આ સાયક્લોથોનમાં 10 વર્ષથી મોટી ઉંમરના સાયકલિસ્ટ અને દોડવીરોએ નોંધણી કરાવી હતી. સાયકલિંગ માટે 20 કિમી અને વોકિંગ માટે 5 કિમીનું અંતર રાખવામાં આવ્યું છે. 'જલ હૈ તો કલ હૈ' સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશે સામુહીક જાગૃતિ અર્થે મોટી સંખ્યામાં જિલ્લાના લોકો જોડાઈને લોકોને મેસેજ આપ્યો હતો.

#Ankleshwar #Bicycle Club #Cyclothon #Walkathon organized
Here are a few more articles:
Read the Next Article