અંકલેશ્વર: ખ્વાજા ચોકડી નજીક આવેલ કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગથી દોડધામ

અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં આગ લાગવાના બનાવો વારંવાર બને છે ત્યારે ફરી એકવાર આજરોજ આગનું તાંડવ જોવા મળ્યું હતું.

New Update
અંકલેશ્વર: ખ્વાજા ચોકડી નજીક આવેલ કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગથી દોડધામ

અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં આગ લાગવાના બનાવો વારંવાર બને છે ત્યારે ફરી એકવાર આજરોજ આગનું તાંડવ જોવા મળ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીની ખ્વાજા ચોકડી નજીક આવેલ એમ.એસ. ઇન્ડ્રસ્ટીઝમાં આજરોજ રસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી એ દરમ્યાન અચાનક જ આગ ફાટી નીકળી હતી.

આગના પગલે કંપનીના કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડી.પી.એમ.સી.અને પાનોલી ફાયર વિભાગના 10 જેટલા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણી તેમજ ફોર્મનો મારો ચલાવી આગ કાબુમાં લેવા પ્રયાસ હાથ ધાર્યા હતા. સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. ફેક્ટરી એન્ડ હેલ્થ વિભાગ મામલાની તપાસ ચલાવી રહયો છે