New Update
/connect-gujarat/media/post_banners/26040421437158d74f5cb8f2901228520b42ac203cf73bc96b8d0407dfdf93d0.webp)
ભૂમિહાર એકતા મંચ દ્વારા ત્રીજા વાર્ષિક સ્નેહ મિલનની ઉજવણી કરવામાં આવી હતી.અંકલેશ્વરના AIA હોલ ખાતે તૃતીય સ્નેહ મિલન વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ સંજય સિંહ મુખ્ય અતિથિ તરીકે દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ભૂમિહાર એકતા મંચના પ્રમુખ સંતોષ પ્રધાને જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય ભૂમિહાર સમાજના 800થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દેશના કલ્યાણ અને સમાજ કલ્યાણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.