New Update
/connect-gujarat/media/media_files/T0EjaLl0gAkTkzTAP1sm.jpg)
અંકલેશ્વરના કડકીયા એજ્યુકેશન કેમ્પસમાં અંડર ગ્રેજ્યુએટ કોર્સ બી બી એ., બી.સી.એ, બી કોમ બી.એસસી.- કેમિસ્ટ્રી અને બી.એસસી. - માઇક્રોબાયોલોજી અભ્યાસક્રમમાં નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનો તારીખ ૨૯.૦૭,૨૦૨૪ થી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમની શરૂઆતમાં એક્સક્યુટિવ ડાઇરેક્ટર અને સેક્રેટરી પ્રો.(ડૉ.) ટી. ડી. તિવારી, પ્રોફેસર અને એકેડમિક હેડ પ્રો. (ડૉ). અલ્પેશ નશીત અને આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા નાનકડી પ્રાર્થના રજુ કરવામાં આવી હતી
સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટર અને સેક્રેટરી પ્રો. (ડૉ.) ટી. ડી. તિવારી દ્વારા કડકીયા એજ્યુકેશન ટ્રસ્ટના ચૅરમૅન, મેનેજિંગ ટ્રસ્ટી અને અન્ય ટ્રસ્ટી વતી નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું અને જીવનમાં આગળ વધવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને ઉજ્જવળ ભવિષ્ય માટે ની શુભકામના આપવામાં આવી હતી.સંસ્થાના પ્રોફેસર અને એકેડમિક હેડ પ્રો.(ડૉ), અલ્પેશ નશીત દ્વારા વિદ્યાર્થીઓને કોલેજ કારકિર્દી માટે જરૂરી માહિતી આપવામાં આવી અને અભ્યાસક્રમ માટે જરૂરી માહિતી આપી વિશ્લેષણ કરવામાં આવ્યું હતું