New Update
/connect-gujarat/media/media_files/2025/09/30/screenshot_2025-09-30-20-37-45-22_92460851df6f172a4592fca41cc2d2e6-2025-09-30-22-08-13.jpg)
અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર ઔદ્યોગિક અકસ્માત સર્જાયો છે. એલિવસ લાઈફ સાયન્સ કંપનીમાં થયેલા ફ્લેશ ફાયરને કારણે કુલ આઠ કામદારો ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, બે કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા જેને તાત્કાલિક સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા છે.
અન્ય છ કામદારોને નાની–મોટી ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે. કંપનીની અંદર સર્જાયેલી આ અચાનક આગથી કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.ઘટના અંગે જાણ થતા જ પોલીસ તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આગનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.આકસ્મિક અકસ્માતો વારંવાર સર્જાતા ઔદ્યોગિક વિસ્તારમાં કર્મચારીઓની સુરક્ષા અંગે ફરી સવાલો ઊભા થયા છે.
Latest Stories