અંકલેશ્વર: NH 48 પર અંસાર માર્કેટ નજીક લકઝરી બસે બાઇકને મારી ટક્કર, બાઈક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે-48 પર  અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં લક્ઝરી બસના ચાલકે બાઈક સવારને અડફેટે લેતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

New Update

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર અકસ્માત

અંસાર માર્કેટ નજીક સર્જાયો અકસ્માત

લકઝરી બસે બાઇકને મારી ટક્કર

બાઈક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત

સારવાર અર્થે ખસેડાયો

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર લક્ઝરી બસે બાઈક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમા બાઈક સવારને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો છે.
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે-48 પર  અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં લક્ઝરી બસના ચાલકે બાઈક સવારને અડફેટે લેતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સુરતથી અંકલેશ્વર તરફ આવતા માર્ગ પર અંસાર માર્કેટ પાસે આવેલી નવજીવન હોટલ નજીક એક લક્ઝરી બસના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે બસ હંકારી બાઈક સવારને ટક્કર મારી હતી. લોહીલુહાણ હાલતમાં પડેલા બાઈક સવારને જોઈ લોકોએ તુરંત જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી.

માહિતી મળતાની સાથે જ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાઈક સવારને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ સમગ્ર બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 
Latest Stories