New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આયોજન
ગરબા ગ્રાઉન્ડ પર યોજાયો કાર્યક્રમ
પોરબંદરનો પરંપરાગત મણિયારો રાસ રજૂ કરાયો
મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરના નવદુર્ગા મિત્ર મંડળ અને ભરૂચ જિલ્લા મહેર સમાજ દ્વારા પોરબંદરના પરંપરાગત મહેરના મણિયારા રાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરંપરાગત વસ્તુઓમાં રાસ રજૂ કરાયો હતો
અંકલેશ્વરના નવદુર્ગા મિત્ર મંડળ અને ભરૂચ જિલ્લા મહેર સમાજ દ્વારા શ્રી આવડ રસ મંડળ-ભાવપરા, પોરબંદર નો પરંપરાગત મહેરનો મણીયારો રાસ કાર્યક્રમ અંકલેશ્વરના નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ, જી.આઈ.ડી.સી. ખાતે યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન પોરબંદર જિલ્લાના ભાવપરા ગામના લોકોએ પરંપરાગત મહેર સમાજના સાંસ્કૃતિક મણીયારો રાસની રમઝટ બોલાવી હતી.પરંપરાગત વેશભૂષા અને સમૂહ નૃત્ય દ્વારા મહેર સમાજની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરને જીવંત રીતે રજૂ કરવામાં આવી.મહેર સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, નોટીફાઇડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ,નવદુર્ગા મિત્ર મંડળના આગેવાન સુરેશ પટેલ,અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ડેનિશ ભૂત,વાલમજી દેસાઈ,ભરત પટેલ અને ઉદ્યોગઅગ્રણી બળદેવ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.