New Update
/connect-gujarat/media/media_files/2025/07/01/mixcollage-01-jul-2025-09-50-am-7625-2025-07-01-09-51-22.jpg)
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ કડકીયા કોલેજ નજીક ઉભેલી ટ્રક સાથે પાછળથી મોપેડ ધડાકાભેર ભટકતાં એક યુવાનનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય યુવાનને ઇજા પહોંચી હતી.
અંકલેશ્વર શહેરમાં પાણી પુરી વેચવાનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા મૂળ ઉત્તર પ્રદેશના બે ભાઈઓ રવિન્દ્ર બદ્રીપ્રસાદ પ્રજાપતિ અને અરવિંદ બદ્રીપ્રસાદ પ્રજાપતિ અંકલેશ્વરના સજોદ ગામ ખાતે રહે છે. ગતરોજ રાત્રિના તેઓ પાણીપુરીનો ધંધો કરી મોપેડ પર પરત સજોદ ગામ ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ કડકિયા કોલેજ પાસે ઊભેલી ટ્રકમાં પાછળથી મોપેડ ધડાકાભેર ભટકાઈ હતી જેના પગલે બંને ભાઈઓ નીચે પટકાયા હતા.
આ અકસ્માતમાં રવિન્દ્ર પ્રજાપતિ નામના યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે તેના ભાઈ અરવિંદને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છેમ બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટેમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રકમાં યાંત્રિક ખામી સર્જાતા તે માર્ગ પર ઉભી હતી. રાત્રિના અંધારામાં ટ્રક ન દેખાતા મોપેડ પાછળથી ભટકાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Latest Stories