Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: દેવુ વધી જતા કંપનીમાંથી લાખો રૂપિયાના કેમિકલ પાઉડરની ચોરી કરનાર બે કર્મચારીઓ ઝડપાયા

X

અંકલેશ્વર જીઆઈડીસીની કેડિલા કંપનીનો બનાવ

કંપનીમાંથી થઈ હતી કેમિકલ પાઉડરની ચોરી

ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ

દેવુ વધી જતા ચોરી કરી હોવાનો ખુલાસો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કેડીલા ફાર્માસ્યુટિકલ લીમીટેડ કંપનીમાંથી ચોરી થયેલ પેલેડીયમ ચારકોલ કેટાલીસ્ટ પાઉડર મળી કુલ ૧૪ લાખના મુદ્દામાલ સાથે કંપનીના જ કર્મચારી સહીત બે ઈસમોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ગત તારીખ-૯મી જુલાઇના રોજ બપોરે ૧થી રાત્રીના ૧૦:૩૦ વાગ્યા દરમિયાન અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની અતુલ કંપની સામે આવેલ કેડીલા કાર્માસ્યુટિકલ લીમીટેડ કંપનીના એમ.પી.પી.ફોર પ્લાન્ટના પીડીસી સ્ટોરેજમાંથી ૪ કિલો ૨૦૦ ગ્રામ પેલેડીયમ ચારકોલ કેટાલીસ્ટ પાઉડર મળી કુલ ૧૨.૮૧ લાખના મુદ્દામાલની ચોરી કરી થતા ચકચાર મચી જવા પામી હતી.આ અંગે કંપનીના અધિકારી મનોજ વિશ્વકર્માએ કંપનીના જ ત્રણ શિફ્ટ ઇન્ચાર્જ વિરુદ્ધ શંકાના આધારે ફરિયાદ નોંધાવી હતી તે દરમિયાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી, કે અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલ સાંઇ સુમન રેસિડેન્સીમાં રહેતો કંપનીનો કર્મચારી ફેનિલ પટેલ અને તેનો સંબંધી વિકાસ પટેલ સંડોવાયેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા પોલીસને ફેનિલ પટેલના ઘરના તેના જ રૂમમાંથી ચોરી થયેલ ૪.૨૦૦ કિલો ગ્રામ પેલેડીયમ ચારકોલ કેટાલીસ્ટ પાઉડરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જથ્થા અંગે ફેનિલ પટેલની પુછપરછ કરતા તેણે પોતાનું દેવું વધી જતા કંપનીમાં રહેલ કીમતી પાઉડરની ચોરી કરી હોવાનું કબુલ કર્યું હતું. પોલીસે કંપનીના કર્મચારી વિરુધ્ધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story