Connect Gujarat
ગુજરાત

આજે ગુજરાતની 26 બેઠકોની ચૂંટણી માટે જાહેરનામું થશે પ્રસિદ્ધ, 19 એપ્રિલ સુધી ભરાશે ઉમેદવારીપત્રો

આજે ગુજરાતની 26 બેઠકોની ચૂંટણી માટે જાહેરનામું થશે પ્રસિદ્ધ, 19 એપ્રિલ સુધી ભરાશે ઉમેદવારીપત્રો
X

લોકસભા ચૂંટણીની જાહેર થતાની સાથે જ વહીવટી તંત્ર કામગીરીમાં જોતરાઈ જવા પામ્યું હતું. આજે લોકસભાની ચૂંટણીને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ગુજરાતની 26 લોકસભા બેઠકની ચૂંટણીને લઈ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 5 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ જાહેરનામું પ્રસિદ્ધ થશે.

રાજકીય પક્ષોનાં ઉમેદવારો આજથી એટલે કે 12 થી 19 એપ્રિલ દરમ્યાન ઉમેદવારી ફોર્મ ભરી શકશે. તેમજ 20 એપ્રિલે ઉમેદવાર પરત ખેંચવાનો અંતિમ દિવસ હશે. 22 એપ્રિલ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હશે. ગુજરાત લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીનું 7 મે ના રોજ મતદાન યોજાશે. તેમજ 4 જૂનનાં રોજ દેશભરમાં મતગણતરી થશે. જ્યારે ત્રીજા તબક્કામાં 12 રાજ્યોની 94 બેઠકો પર મતદાન યોજાશે.

Next Story