/connect-gujarat/media/media_files/2025/10/10/images-2025-10-10-22-33-46.jpeg)
રાજ્ય સરકારને કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા દિવાળી પહેલા વધુ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાજ્ય સરકારે મહત્ત્વનો અને રાહતરૂપ નિર્ણય જાહેર કર્યો છે. આ વર્ષે દિવાળીનો તહેવાર 20 ઓક્ટોબરના રોજ હોવાથી કર્મચારીઓ અને પેન્શનરો પગારની ચૂકવણી વહેલા કરી દેવામાં આવશે.
ગુજરાત સરકારએ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ઓક્ટોબર મહિનાનો પગાર તથા પેન્શન વહેલી તારીખે ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે આ ચુકવણી તારીખ 14 ઓક્ટોબરથી લઈ 16 ઓક્ટોબર 2025 દરમિયાન તબક્કાવાર કરવામાં આવશે.
પગાર અને પેન્શન વહેલું ચુકવવાનો નિર્ણય
તહેવારોની સારી રીતે ઉજવણી કરી શકે તે માટે ઓક્ટોબર-2025 માસનો પગાર અને પેન્શન વહેલું ચુકવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. એક પરિપત્ર જાહેર કરી તેમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા તા.13/10/1993ના ઠરાવ મુજબ સરકારી કર્મચારીઓના માસિક પગાર અને ભથ્થા આવતા મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોમાં ચુકવવાના નિયમો છે. પરંતુ, આ વર્ષે દિવાળીનો તહેવાર તા.20 ઓક્ટોબર 2025ના રોજ આવતાં તહેવારની ઉજવણી આનંદપૂર્વક કરી શકે તે હેતુસર રાજ્ય સરકારે છૂટછાટ આપી આ ચૂકવણીની તારીખો આગળ લાવવાનો નિર્ણય લીધો છે.