અરવલ્લી : મોડાસાના જાહેર માર્ગ પર ગટરની જાળીમાં યુવતીનો પગ ફસાયો

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. જાહેર માર્ગ પર ગટરલાઇનના ઢાંકણામાં ફિટ કરેલી લોખંડની પટ્ટીમાં ખાંચો રહેતાં એક રાહદારી યુવતીનો પગ ફસાયો હતો.

author-image
By Connect Gujarat Desk
New Update

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. જાહેર માર્ગ પર ગટરલાઇનના ઢાંકણામાં ફિટ કરેલી લોખંડની પટ્ટીમાં ખાંચો રહેતાં એક રાહદારી યુવતીનો પગ ફસાયો હતો.

કોઈપણ શહેર હોય કેગામડું વિકાસ માટે ગટરલાઇન નાખવી એટલી જ જરૂરી છે. પરંતુ ગટરલાઇનના ઢાંકણા ફિટ કરતી વખતે આ ઢાંકણામાં કોઈનો પગ ફસાઈ ન જાયકોઈ ગટરમાં ખાબકી ન પડે તે પણ જરૂરી હોય છેત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ગટરલાઈનના ઢાંકણાની જાળીમાં એક રાહદારી યુવતીનો પગ ફસાયો હતો. મોડાસા શહેરના તમામ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા ગટરલાઇનની કામગીરી ચાલી રહી છે. જેમાં ગટરલાઇનના ઢાંકણાની લોખંડની જાળી પણ ફિટ કરી છે. પરંતુ એ લોખંડની જાળીની 2 પટ્ટીઓ વચ્ચે ખૂબ મોટો ખાંચો હોવાના કારણે રાહદારી યુવતીનો પગ જાળીમાં ફસાયો હતો. યુવતીનો પગ ફસાય જતાં તેણીએ બુમાબુમ કરી મુકતા આસપાસના લોકો દોડી આવ્યા હતાઅને લોખંડ કાપવાના કટર મશીન વડે જાળી કાપી ભારે જહેમત બાદ યુવતીનો પગ બહાર કાઢ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેપાલિકા માટે આ કોઈ પ્રથમ ઘટના નથી. અનેક વખત પાલિકાની આવી બેદરકારીઓ સામે આવતી હોય છેત્યારે હવે આવી ગટરોના ઢંકાણાઓની પાલિકા તપાસ કરાવે તે પણ જરૂરી બન્યું છે.

Latest Stories