Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : OBC સમાજને થતા અન્યાયના વિરોધમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં મળી બેઠક…

OBC સમાજને થતાં અન્યાયના વિરોધમાં અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

X

રાજ્યમાં OBC સમાજને થતાં અન્યાયના વિરોધમાં અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠકોરની ઉપસ્થિતિમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરી રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.

સમગ્ર રાજ્યમાં OBC સમાજને થતા અન્યાય સામે લડત લડવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે બેઠક મળી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ ઠાકોરે જણાવ્યું કે, ભાજપના શાસનમાં OBC સમાજને નુકસાન થયું છે, તાલુકા, જિલ્લા અને ગ્રામ પંચાયતમાં 10 ટકા અનામત બેઠકો કોંગ્રેસના સમયમાં હતી, જે ભાજપે કાઢી નાખી છે. જેને લઇને OBC સમાજને મોટુ નુકસાન થવા પામ્યું છે. તેમણે વધુ ઉમેર્યું હતું કે, OBC સમાજની વસ્તી ગણતરી થતી નથી, અને મજાક કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, હાલ સંસદમાં ફ્લાઈંગ કિસનો મુદ્દો ઉછળ્યો છે, તેના પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જેને ભાઈચારાનો અર્થ સમજ ન પડે તે ફ્લાઈંગ કિસનો અર્થ જુદો સમજે છે. આડકતરી રીતે તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

Next Story