/connect-gujarat/media/post_banners/faba89b87882869f90fcd98264165659adc38f934d57518bf2440b7b59467522.jpg)
અરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામ્ય પોલિસ મથકના આરોપીનું કસ્ટોડિયલ મોત થતાં ચકચાર મચી જવા પામી છે. ગત તા. 20 જુલાઈના રોજ આરોપીને શંકાસ્પદ હાલતમાં ચોરી કરતા સ્થાનિકોએ બાજકોટ છાપરા ખાતેથી પકડી પાડ્યો હતો, ત્યારબાદ પોલિસને જાણ કરવામાં આવતા મોડાસા ગ્રામ્ય પોલિસે ઘટનાસ્થળે પહોંચી આરોપીની અટકાયત કરી હતી. સમગ્ર ઘટના બાદ આરોપીને કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.
આ દરમ્યાન આરોપી શના વાદીની તબિયત લથડતા તેને સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તેને 10 કલાકમાં 2 વાર ખેંચ આવતા સારવાર આપવામાં આવી રહી હતી, ત્યારે સારવાર દરમ્યાન આરોપી શના વાદીને તબીબીઓએ મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાને લઇને ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાર્વજનિક હોસ્પિટલ પહોંચ્યા હતા, ત્યારબાદ મૃતકનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવવા સહિત પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.