Connect Gujarat
ગુજરાત

અરવલ્લી:આમળાની ખેતીએ ખેડૂતને કર્યા માલામાલ, વર્ષની આવક જાણી ચોકી જશો

અરાવલી બાયડ તાલુકાના કોઝણકંપાના 63 વર્ષીય ખેડૂત આમળાની ખેતી કરીને તેમાંથી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે.

X

અરાવલી બાયડ તાલુકાના કોઝણકંપાના 63 વર્ષીય ખેડૂત આમળાની ખેતી કરીને તેમાંથી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે. ખેડૂતને અમદાવાદ ખાતે સરકાર દ્વારા કરવામાં આવેલી એક ખેતીકીય શિબિરમાંથી આ પ્રકારે નવતર પ્રયોગ કરવાની પ્રેરણા મળી હતી.

ખેતીમાં કશું મળતું નથી અને ખેતી કરવી દિન-પ્રતિદિન મુશ્કેલ થઇ રહી છે, તેવી નિરાશાજનક વાતોમાંથી પણ માર્ગ કાઢી લઇ નોખું કરી બતાવવા વાળા ખેડૂતો છે ત્યારે આ વાતને સાચી કરી બતાવવાવાળા અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના કોજણકંપાના એક ખેડૂતે આમળાની સફળ ખેતી કરી સમૃદ્ધિના દ્વાર ખોલ્યા છે અને અન્યોને પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે.16 વિઘામાં વાવ્યા છે આમળા...બાયડના કોજણકંપાના 63 વર્ષીય ખેડૂત બળવંતભાઇ પટેલે કરેલી આમળાંની ખેતી જોવા આજે દૂરદૂરથી ધરતીપુત્રો આવે છે. તેમણે જણાવ્યું કે, કોજણકંપામાં તેમની આઠ એકર ખેતીની જમીન આવેલી છે. તેઓ ઘઉં, તુવેર, મકાઇ, રાયડો જેવા પાકોની પરંપરાગત ખેતી કરતા હતા.વર્ષે દહાડે 80 હજાર આસપાસ ઊપજ થતી પણ ખાતર, જંતુનાશક દવાઓ, મજૂરી, બિયારણ પાછળ કરેલા ખર્ચનો સરવાળો માંડીએ તો કશું મળતું ન હતું.આમળાની ખેતીના સેમીનારમાંથી પ્રેરણા મેળવી તેઓએ આમળાની ખેતી શરૂ કરી છે. આમળાંની ખેતીમાંથી તેઓ ૩૫ લાખની આસપાસ આવક મેળવે છે. એક સમયે તેઓ ક્રોપ લોનનું વ્યાજ ભરતા હતા. પરંતુ આજે આમળાંની ખેતીએ તેમની સમૃદ્ધિનાં દ્વાર ખોલી નાખ્યાં છે.

Next Story