/connect-gujarat/media/post_banners/66a711151085f01f179a1417adf80dd82d4d3efeb970f53b8debbb4ec87ff65b.jpg)
શામળાજી નજીક હોટલ પર અસામાજિક તત્વોનો આતંક
અસામાજિક તત્વો દ્વારા હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું
હોટલ પર પાર્ક કરેલી કારને આગ લગાવી શખ્સો ફરાર
CCTV ફૂટેજના આધારે પોલીસે આગળની તપાસ આદરી
અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલ રતનપુર નજીક અંબાર હોટલ ઉપર ગત સોમવારે રાત્રી દરમિયાન રાજસ્થાન તરફથી એક સ્વીફ્ટ કાર લઇ અજાણ્યા 4 શખ્સો આવ્યા હતા.
ત્યારબાદ કારમાંથી 3 શખ્સો નીચે ઉતાર્યા હતા, જે પૈકી એક શખ્સ પાસે હાથમાં રિવોલ્વોર હતી. જેણે હવામાં 2 રાઉન્ડ અને પ્રોવિઝન દુકાન આગળ કાઉન્ટર પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જ્યારે અન્ય 2 શખ્સોએ હોટલ આગળ મુકેલી 2 કાર પૈકી એક કારને તોડવાનો પ્રયાસ કરી કારણે નુકશાન પહોચાડ્યું હતું, જ્યારે બીજા શખ્સે કારને આગ લગાવી હતી. આ ઘટનામાં પ્રોવિઝન સ્ટોર ઉપર ફરજ બજાવી રહેલ એક કર્મચારીને માથામાં રિવોલ્વોરનો મુઠ્ઠો મારી ઇજા પહોચાડી ચારેય શખ્સો નાસી છૂટ્યા હતા.
જોકે, ફાયરિંગ અને કારમાં આગ ચાંપીની ઘટના બાદ હોટલ માલિકે શામળાજી પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સંજય ખારાત સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી હુમલાનું કારણ તેમજ હુમલો કરનાર શખ્સો કોણ છે તેની CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. આ સાથે જ સમગ્ર ગુનાનો ભેદ વહેલી તકે ઉકેલી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.