અરવલ્લી : 31stની ઉજવણીને ધ્યાને લેતા રતનપુર બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ શરૂ...

નવા વર્ષની ઉજવણીના પગલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લોકોની અવરજવર વધી જતી હોય છે

New Update
અરવલ્લી : 31stની ઉજવણીને ધ્યાને લેતા રતનપુર બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ શરૂ...

નવા વર્ષની ઉજવણીના પગલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લોકોની અવરજવર વધી જતી હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લાની રતનપુર બોર્ડર પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આગામી તા. ૩૧મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખી અરવલ્લી જિલ્લા પોલીસે રતનપુર-રાજસ્થાનની બોર્ડર પર ચુસ્ત કાફલો તૈનાત કરી દીધો છે. જેમાં ૩ ડીવાયએસપી, પીઆઇ અને પીએસઆઇ સહિતની ટીમ તા. ૩૦ ડિસેમ્બરથી અરવલ્લી જિલ્લાની વિવિધ બોર્ડરો પર ચેકિંગ હાથ ધરશે. અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય કરાતે જણાવ્યું હતું કે, નવા વર્ષની ઉજવણીને લઈને માદક પદાર્થોની હેરાફેરી થતી હોય છે, ત્યારે આવા તત્વોને રોકવા માટે જિલ્લા પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ ઉપાડવામાં આવી છે. આ માટે રતનપુર-રાજસ્થાન બોર્ડર સહિત જિલ્લાની 9 આંતરરાજ્ય સીમા પર પોલિસની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે. અહી રાત્રિના સમયે આવતા જતા લોકોનું બ્રિથ એનેલાઇઝર મશીનથી તપાસ કરવામાં આવશે. જો કોઈપણ વ્યક્તિ આવા માદક પદાર્થોનું સેવન કરીને ગુજરાતમાં પ્રવેશ કરે તો, તેવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Latest Stories