અરવલ્લી: મોડાસાના રામપુરા ગામે ગોપાલક સમાજ દ્વારા અનોખી રીતે નવા વર્ષની ઉજવણી,જુઓ વિડીયો

પશુપાલક આબાલવૃદ્ધ સૌ ગામના ચોરે આવેલ રાધાકૃષ્ણના મંદિરે એકઠા થાય છે અને ભગવાન રાધાકૃષ્ણની આરતી કરે છે

New Update
અરવલ્લી: મોડાસાના રામપુરા ગામે ગોપાલક સમાજ દ્વારા અનોખી રીતે નવા વર્ષની ઉજવણી,જુઓ વિડીયો

વિક્રમ સંવત 2080 નું નવું વર્ષ આજથી શરૂ થાય છે ત્યારે નવા વર્ષની ઉજવણી અલગ અલગ રીતે કરાતી હોય છે ત્યારે મોડાસાના રામપુરા ગામે ગોપાલક સમાજ દ્વારા અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી અરવલ્લી જિલ્લાના રામપુર ગામમાં ગોપાલક સમાજની વધુ વસ્તી રહે છે મોટા ભાગે ખેતી અને પશુપાલનના વ્યવસાય કરી જીવન ગુજારો કરેછે દર બેસતા વર્ષે અનોખી પરંપરા સાથે ઉજવણી કરાય છે બેસતા વર્ષ ના દિવસે વહેલી સવારે તમામ પશુપાલક આબાલવૃદ્ધ સૌ ગામના ચોરે આવેલ રાધાકૃષ્ણના મંદિરે એકઠા થાય છે અને ભગવાન રાધાકૃષ્ણની આરતી કરે છે

Advertisment

આરતી દરમિયાન ગામના હજારો પશુધન મંદિર આગળ એકત્રિત કરાય છે ગામના યુવાનો દ્વારા હજારો પશુધન વચ્ચે મોટા મોટા ફટાકડા ફોડે છે અને તમામ ગોપાલકો પશુઓને ભડકાવે છે આ વર્ષોથી ચાલતી પરંપરા છે કહેવાય છે કે આ રીતે પશુઓ ભડકાવી નવા વર્ષની ઉજવણી કરવાથી પશુઓમાં ક્યારે પણ મહામારીનો ઉપદ્રવ રહેતો નથી માણસોમાં પણ ક્યારે ભેદી રોગ આવતો નથી અને ખેતી ક્ષેત્રે પણ ખૂબ પ્રગતિ થાય છે.સામાન્ય રીતે પશુઓ વચ્ચે ફટાકડા ફોડ ને ભડકાવવા થી પશુઓ ભડકીને માણસોને ઇજા પમાડતા હોય છે પરંતુ આ શ્રદ્ધા સાથે પશુઓને ભડકાવે છે છતા આટલા વર્ષોમાં ક્યારે કોઈને પણ પશુઓએ ઇજા કરી નથી ત્યારબાદ ગામના ભાઈ બહેનો તમામ મંદિર આગળ એકબીજાને ગળે મળી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ આપે છે

Advertisment