/connect-gujarat/media/post_banners/fac1fcb968abafeb5f12ece0768998c805a1f88bae39289e0dedc7aad8e2fe71.jpg)
6 હજારથી વધુ હેકટર જમીનમાં મકાઈનું વાવેતર
અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાતા નુકશાન
મકાઈના પાકમાં પાનખાઉ ઈયળ આવતા મુશ્કેલી
ઈયળના ઉપદ્રવથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા
ડુંડામાં છુપાઈ રહેલી ઈયળો પાકનો કરે છે સફાયો
અરવલ્લી જિલ્લામાં 6 હજારથી વધુ હેકટર જમીનમાં ખેડૂતોએ મકાઈના પાકનું વાવેતર કર્યું હતું. પણ અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાતા મકાઈના પાકમાં પાનખાઉ નામની ઈયળ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અરવલ્લી જિલ્લામાં 6 હજારથી વધુ હેક્ટર જમીનમાં મકાઇની વાવણી થઈ છે, જ્યાં ખાસ કરીને મોડાસા તાલુકામાં સૌથી વધુ મકાઈના પાકની ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી છે.
જોકે, વાતાવરણમાં અચાનક થયેલા ફેરફારના કારણે મકાઈમાં પાનખાઉ નામની ઈયળ પડતાં ખેડૂતો ત્રસ્ત બન્યા છે. મકાઈની ડુંડામાં એટલે કે, ડુંખમાં છુપાઈ રહેલી આ ઈયળ પાકનો સફાયો કરે છે, જ્યાં મકાઈના પાકનો વિકાસ પણ અટકાવી દે છે. તો બીજી તરફ, મોડાસા તાલુકાના બામનવાડ ગામના ખેડૂતોએ રવિ પાકની સિઝન દરમિયાન મોટી માત્રામાં મકાઈની વાવણી કરી છે.
મકાઈની વાવણી થયાને હજુ તો 40થી 50 દિવસ સમય વિત્યો છે, ત્યારે મકાઈમાં નવા ફૂટી રહેલા ડુંડામાં છુપાઈ રહેલી પાનખાઉ ઈયળ પાકનો સફાયો કરતી હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, મકાઈના ડુંડામાં છુપાઈ રહેલી ઈયળ રાતોરાત પાકનો સફાયો કરતી હોય છે, ત્યારે હવે ખેડૂતોની માંગ છે કે, ખેતીવાડી વિભાગ દ્વારા આ રોગ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે જેથી ખેડૂતો પોતાનો પાક બચાવી શકે તેમ છે.