Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : ખડોદા દૂધ મંડળીના વહીવટ સામે પશુપાલકોનો વિરોધ, જુઓ કેવો કરાયો આક્ષેપ..!

અરવલ્લી જીલ્લામાં દૂધ ઉત્પાદક મંડળીઓમાં સતત વિવાદ બહાર આવ્યા કરે છે, ત્યારે મોડાસા તાલુકાના ખડોદા ગામના પશુપાલકોએ દૂધ મંડળીના વહીવટકર્તાઓ મનમાની કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો હતો.

X

અરવલ્લી જીલ્લામાં દૂધ ઉત્પાદક મંડળીઓમાં સતત વિવાદ બહાર આવ્યા કરે છે, ત્યારે મોડાસા તાલુકાના ખડોદા ગામના પશુપાલકોએ દૂધ મંડળીના વહીવટકર્તાઓ મનમાની કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો હતો. જેમાં દૂધ મંડળીમાં તોલમાપ દરમ્યાન ઘાલમેલ કરતા હોવાને રાવે પશુપાલકોએ દૂધ મંડળી બહાર સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલન કરી લોકો જીવનનિર્વાહ ચલાવી રહ્યા છે, ત્યારે ખડોદા ગામે આવેલી દૂધ ઉત્પાદક મંડળીના વહીવટમાં ભારે ગોબાચારી ચાલતી હોવાથી પશુપાલકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. જેમાં દૂધ મંડળી તોલમાપમાં છેડછાડ કરી પ્રતિ 15 લિટરે 1 લીટર દૂધની ઘટ બતાવી રહી છે, તેમજ ફેટમાં પણ કર્મચારીઓ મનફાવે તે રીતે દૂધના ફેટ આપતા હોવાથી દૂધ ઉત્પાદકોને ભારે નુકશાન ભોગવવું પડી રહ્યું છે. દૂધ ભરાવતા ગ્રાહકોના જણાવ્યા અનુસાર, આ અંગે પશુપાલકો દૂધ મંડળીમાં રજુઆત કરવા જાય તો તેઓને અપમાનીત કરવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે, ત્યારે હવે ખડોદ દૂધ મંડળીના ગ્રાહકોએ દૂધ મંડળીના વહીવટ સામે આક્રોશ વ્યક્ત કરી યોગ્ય ન્યાયની માંગ કરી છે.

Next Story