Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: ગાજણ ગામના લોકો રસ્તાની સમસ્યાથી ત્રાહિમામ, પાકા રસ્તાની કરી માંગ

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગાજણ ગામના લોકો રસ્તાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે

X

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગાજણ ગામના લોકો રસ્તાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગાજણ ગામથી તાલુકા મથક જવા માટે આ ગામના લોકોને 16 કિલોમીટરનું અંતર કાપીને જવું પડે છે.પરંતુ ગાજણથી કાસવાડા પહોંચતાં સુધીમાં તો મુસાફરો અને વાહનચાલકો તોબા પોકારી જાય છે.જેથી આ વિસ્તારની જનતાની એક જ માંગ છે કે આ માર્ગ ડામર રોડ બનાવી આપો.હાલ ચોમાસાની ઋતુમાં આ કાચા માર્ગ પર એટલો બધો કાદવ કીચડ થાય છે કે અહીંથી વાહન લઈને પસાર થવું મુશ્કેલ બની ગયું છે.વારંવાર તાલુકા કક્ષાએ આ માર્ગ પાકો બનાવવા માટે રજુઆતો કરવામાં આવી છે પરંતુ તંત્રના બહેરા કાને આ વિસ્તારના લોકોની સમસ્યા પહોંચતી નથી.જો હાલ પુરતું ચોમાસામાં આ માર્ગ પર કાચું મટીરીયલ પાથરીને અવરજવર યોગ્ય કરી આપવામાં આવે તો આ વિસ્તારના લોકોને તાલુકા મથકે તેમના રોજીંદા કામ અર્થે જવામાં સરળતા રહે. આ માર્ગ ડામર રોડ બનાવી આપવા જનતાની માંગ છે.

Next Story