/connect-gujarat/media/post_banners/7ffc4524b379b78ed5b4080591761c4b58c0d9b5b1c791dd9ed61d8b3ffc38bf.jpg)
અરવલ્લી જિલ્લાના મોડાસાના ગારૂડી કંપા ગામના ખેડૂતે પરંપરાગત ખેતી છોડી મરચાં અને કારેલાની ખેતી કરાઇ મબલખ ઉત્પાદન મેળવ્યુ છે.
અરવલ્લી જિલ્લાના મોડાસાના ગારૂડી કંપા ગામના વતની ચિરાગ પટેલને ઘઉં,મગફળી જેવી પરંપરાગત ખેતી છોડી બાગાયત ખેતીમાં કારેલાં અને મરચાંની ખેતી કરી છે.પહેલા પરંપરાગત પાકની ખેતીથી તેમને થોડી ઘણી આવક થતી હતી જેમાંથી તેમનું ગુજરાન મુશ્કેલીથી ચાલતુ હતું. સરકારની વિવિધ યોજના અને જિલ્લા બાગાયત વિભાગના સહકારથી આજે તેમનાં સંયુક્ત કુટુંબ દ્વારા કારેલાં અને મરચાંની ખેતી કરવામાં આવે છે.પ્રતિવર્ષ ૪ હેકટર જમીનમાં મરચાં અને કારેલાંની ખેતીનો ખર્ચ બાદ કરતા કુલ રૂ.૫૦ લાખથી વધુની આવક મેળવી છે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને માર્કેટિંગ કરી મબલખ નફો મેળવ્યો છે. આમાં સરકાર દ્વારા રૂ.૪૦ હજાર અને બિયારણ માટે રૂ.૨૦ હજારની સહાય પણ આપવામાં આવી છે. આમ કુલ ૨ લાખ ૪૦ હજારની સહાય તેમને મળી છે.