Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રૂપાલાનો પ્રબળ વિરોધ, ભાજપ પ્રવેશબંધીના બેનર્સ લાગ્યા

રાજકોટ લોકસભા બેઠક ના ભાજપ ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટે કરેલ વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજનો રોષ વધતો ગયો છે.

X

પુરુષોત્તમ રૂપાલા નો ઠેર ઠેર થઈ રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના ક્ષત્રિય સમાજમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. મેઘરજના અન્તરિયાળ કુણોલ ગામે પણ ક્ષત્રિય સમાજના યુવાનો એ સૂત્રોચ્ચાર કરી ગામમાં ભાજપ પ્રવેશબંધીના બેનર્સ લગાવ્યા છે.

રાજકોટ લોકસભા બેઠક ના ભાજપ ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટે કરેલ વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજનો રોષ વધતો ગયો છે. હવે ક્ષત્રિય સમાજ રસ્તે ઉતરી આવ્યો છે અને રૂપાલા સામે ભારે આક્રોશ વર્તાવી રહ્યા છે ત્યારે આજે મેઘરજ તાલુકાના અંતરિયાળ એવા કુણોલ ગામના ક્ષત્રિયો દ્વારા રૂપાલાનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ગામના સૌ યુવાનો મોટી સંખ્યામાં ગામમાં પ્રવેશવાના રસ્તે એકત્રિત થઈ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. “મોદી તુજસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં”ના સુત્રો સાથે રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ કરી હતી અને જ્યાં સુધી રૂપાલાની ટીકીટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈપણ આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીંના બેનર્સ લગાવ્યા છે. જો ભાજપની ગાડી પ્રચાર માટે ગામમાં આવશે અને કઈ પણ નુકશાન થશે તો જવાબદારી ભાજપની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

Next Story