Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: દિવાળીના દિવસે ભૂલાતી મેરીયાની પરંપરા આજે પણ જીવંત,તડામાર તૈયારીઓ શરૂ

દિવાળી આવે ત્યારે બાળકો હાથમાં મેરયુ લઇને તેલ પુરવા માટે નિકળે છે.એવામાં અરવલ્લી જિલ્લામાં એક કે બે ફૂટ નહીં પરંતુ 13 ફૂટ ઊંચુ મેરયુ વર્ષોથી અડીખમ છે.

X

દિવાળી આવે ત્યારે બાળકો હાથમાં મેરયુ લઇને તેલ પુરવા માટે નિકળે છે.એવામાં અરવલ્લી જિલ્લામાં એક કે બે ફૂટ નહીં પરંતુ 13 ફૂટ ઊંચુ મેરયુ વર્ષોથી અડીખમ છે.

દિવાળી આવે એટલે નાના કસ્બા અને નગરોમાં મેરયા પ્રગટાવી તેલ પુરવાની પ્રથા જોવા મળતી હોય છે પરંતુ ધીરે ધીરે આ પરંપરા પણ લુપ્ત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.આ વચ્ચે અરવલ્લી જિલ્લામાં તેર ફૂટ ઉંચા મેરયામાં તેલ પુરવાની પ્રથા આજે પણ યથાવત છે. મોડાસા તાલુકાના શામપુર ગામના ડુંગર આવેલા તેર ફૂટ ઉંચા મેરયામાં ગ્રામજનો દિવાળીના દિવસે તેલ પુરે છે અને દેવ દિવાળી સુધી તેની પૂજા કરે છે.ગ્રામજનો માન્યતા રાખતા હોય છે અને માન્યતા પૂર્ણ થતાં જ દિવાળીના દિવસે આ મેરાયામાં તેલ પુરવા માટે આવે છે.દિવાળી નજીક આવતા ગ્રામજનો દ્વારા મેરાયાની સાફ સફાઈ તેમજ જાળવણી કરવાની તૈયારીઓ કરે છે. એટલુ જ નહીં ઐતિહાસિક મેરાયાને સફેદ ચુનાથી રંગોરોગાન કરવામાં આવે છે..

Next Story