સુરેન્દ્રનગર : કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન, અભયારણ્યમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો

રણ ની અંદર ઠંડીની સીઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અને આ રણની અંદર પોતે મહેમાન ગતી માણતા હોય છે

New Update
સુરેન્દ્રનગર : કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન, અભયારણ્યમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો

કચ્છના નાના રણમાં 102 પ્રજાતિના વિદેશી પક્ષીઓનું આગમન

ફ્લેમિંગો, સ્પૂન બિલ, પેરિગ્રીન પક્ષી બન્યા આકર્ષણનું કેન્દ્ર

પક્ષીઓને જોવા માટે વિદેશી પ્રવાસીઓનો પણ ધસારો

હાલ શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે આ ઠંડીની સીઝનમાં કચ્છના નાના રણની અંદર હજારો કિલોમીટર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે ખાસ કરીને ફ્લેમિંગો, સ્પૂન બિલ, કુંજ, ટિલોર, પેરિગ્રીન, ફાલકન, રણ ચકલી, નાઈટ જાર, ડેમોલિન જેવી અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ અહીં જોવા મળી રહ્યા છે. જોકે, આ પક્ષીઓને જોવા માટે રાજ્ય તેમજ દેશ બહારથી પણ લોકો મોટી સંખ્યામાં અહીં આવે છે, અને રણમાં આ પક્ષીઓને જોવાનો તેઓ અચૂક લ્હાવો લેતા હોય છે.

કચ્છના નાના રણનો વિસ્તાર બહુ મોટો છે. જે 4953 ચોરસ કિલોમીટર એરિયામાં ફેલાયેલ છે. આ રણ ની અંદર ઠંડીની સીઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અને આ રણની અંદર પોતે મહેમાન ગતી માણતા હોય છે. હાલ યુરોપ જેવા દેશોમાં બરફ વધુ હોવાથી આ પક્ષીઓ આ રણ વિસ્તારમાં આવી રહ્યા છે. જે લગભગ 4 મહિના જેવું આ વિસ્તારમાં રહેતા હોય છે. જેનું મુખ્ય કારણ તેમને આ જગ્યાએ પૂરતો ખોરાક અમે સલામતી અને વાતાવરણ પણ અનુકૂળ રહેતું હોવાનું માનવામાં આવે છે. આ પક્ષીઓને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે અભયારણ્ય દ્વારા પણ કાળજી લેવામાં આવે છે. આ સમયમાં રણની અંદર હજારો પ્રવાસીઓ રણની મુલાકાત લેતા હોય છે. જોકે, આ વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સ્થળે આવી રહ્યા છે.

Latest Stories