શાકભાજીની આવક ઓછી થતાં ભાવમાં વધારો ઝીંકાયો

અમુક જગ્યાએ ખેતરોમાં પાણી ભરાઈ જતાં લીલા શાકભાજીની ખેતી પર અસર પડી છે. લીલા શાકભાજીની આવક 5 હજાર ક્વિન્ટલ જેટલી ઘટી ગઈ છે.ભાવમાં 20થી 30 ટકાનો વધારો.

ભાવ
New Update

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસાદે માઝા મૂકી છે. અનેક વિસ્તારો પાણીમાં તરબોળ થયા છે. અમુક જગ્યાએ ખેતરોમાં પાણી ભરાઈ જતાં લીલા શાકભાજીની ખેતી પર અસર પડી છે.

લીલા શાકભાજીની આવક 5 હજાર ક્વિન્ટલ જેટલી ઘટી ગઈ છે. જેથી ભાવમાં 20થી 30 ટકાનો વધારો હોલસેલ બજારમાં થયો છે. જ્યારે છૂટક બજારમાં તમામ શાકભાજીનો ભાવ કિલોએ રૂ.100ને પાર થઈ ગયો છે.

શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાતા ભાવ વધ્યા છે. 50 ના ભાવે મળતા શાકભાજી એચએએલ 100 ને પાર પોહચ્યા છે. ચોળી, લીંબુ, કોથમીર, કંકોડા અને ફણસી જેવા શાક પ્રતિ કિલો રૂ. 200ને પાર થઇ ગયા છે.

માર્કેટમાં જ શાકભાજી ઓછા આવી રહ્યા હોય જેને પગલે શાકભાજીના ભાવ વધુ જોવા મળી રહ્યા છે. શહેરમાં શાકભાજીમાં માર્કેટમાં ભાવ આસમાને પહોંચી ગયા છે. લીલા શાકભાજીના ભાવમાં 20થી 30 ટકાનો વધારો નોંધાયો છે. શાકભાજીના ભાવ વધતાં ગૃહિણીઓના બજેટ પર અસર પડી શકે. 

Here are a few more articles:
Read the Next Article