New Update
/connect-gujarat/media/post_banners/363db66034d505d86834f059ed864e2d4ec4a667e6694db41a81110a51987206.webp)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ હજુ જાહેર નથી થઈ પરંતુ રાજકીય પાર્ટીઓએ અત્યારથી જ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પહેલા આમ આદમી પાર્ટીએ 29 ઉમેદવારોના નામ જાહેર કર્યા હવે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ ગુજરાતમા 3 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આજે AIMIMએ ત્રણ બેઠક પર ઉમેદવાર જાહેર કરીને વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવી દીધુ છે.
આ ત્રણ બેઠકો પર નામ કર્યા જાહેર
1. જમાલપુર ખાડિયાથી સાબિર કાબલીવાલાને ટિકિટ
2. દાણીલીમડા બેઠકથી કૌશિકા પરમારને ટિકિટ
3. સુરત પૂર્વથી વશીમ કુરૈશી AIMIMના ઉમેદવાર
Latest Stories