યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગ રંગાયો

New Update
યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગ રંગાયો

ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

શામળાજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર

ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગ રંગાયો

ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી

ભજન કીર્તન સાથે 51 ગજની ધ્વજાનું ધ્વજારોહણ

યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગ રંગાયોયાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગ રંગાયોયાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગ રંગાયો, પરંપરાગત ઉજવાતા હોળી ધૂળેટીના પર્વની શામળાજી મંદિર ખાતે હજારો ભક્તોએ રંગારંગ ઉજવણી કરી

યાત્રાધામ શામળાજી ખાતે હોળીના પર્વ બાદ આજે રંગોનો પર્વ ધુળેટીની ઉજવણી ભાવ અને શ્રદ્ધા પૂર્વક કરવામાં આવી હતી આ પ્રસંગે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શને ઉમટયા હતા ધુળેટી ના પાવન અવસરે ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરાયા હતા જ્યારે નિજ મંદિરને ફૂલો થી શનગારાયુ હતું સવારની શણગાર આરતી પૂર્વે ઠાકોરજીને મંદિરના મુખ્યાજી અને પૂજારી દ્વારા ચાંદીની પિચકારીમાં કેસુડો અને અબીલ ગુલાલના રંગે રંગાયા હતા જેમાં હજારો ભક્તોએ રંગોત્સવમાં જોડાઈ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ધુળેટીના પર્વ નિમિત્તે કેટલાક ભક્તો ભગવાન મંદિર માટે 51 ગજ ની ધ્વજા લઈને આવ્યા હતા અને ભજન કીર્તન સાથે ધ્વજા રોહન કરાયું હતું

Latest Stories