Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા: મોરિયા બનાસ મેડિકલ કોલેજમાં નિઃશુલ્ક હૃદય રોગ નિદાન કેમ્પ યોજાયો, લાભાર્થીઓએ લીધો લાભ

બનાસ મેડિકલ કોલેજ મોરિયામાં વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને નિ:શુલ્ક હૃદય રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

X

બનાસ મેડિકલ કોલેજ મોરિયામાં નિદાન કેમ્પનું આયોજન કરાયું

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી રહ્યા વિશેષ ઉપસ્થિત

3000 થી વધુ લોકોનું નિદાન કરી સારવાર આપવામાં આવશે

બનાસ ડેરી, બનાસ મેડિકલ કોલેજ, મોરિયા તથા શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ અને અમદાવાદના સંયુક્ત ઉપક્રમે બનાસ મેડિકલ કોલેજ મોરિયામાં વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને નિ:શુલ્ક હૃદય રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

હાલ સમગ્ર ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે ત્યારે લોકોના આરોગ્યની ચકાસણી માટે બનાસ ડેરી, બનાસ મેડિકલ કોલેજ તથા શ્રી સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને ફ્રી હૃદય રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં હ્રદયને લગતા નિદાન તેમજ સારવાર જેવી કે, જનરલ ચેકઅપ, કાર્ડિયાક, ઇ.સી.જી., કાઉન્સેલીંગ અને જરૂરીયાતવાળા દર્દીઓ માટે હાર્ટના ઓપરેશન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

જેમાં 3000 થી વધુ લોકોનું નિદાન કરી સારવાર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં અંબાજી ભાદરવી પૂનમના મેળામાં અકસ્માતમાં ઘાયલ થયેલા યાત્રાળુઓને તાત્કાલિક સારવાર પુરી પાડનાર તબીબો અને મેડિકલ સ્ટાફનું અધ્યક્ષશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર, કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, કંચનભાઈ પટેલ, જીતુભાઇ શાહ, નયનભાઈ, પી. જે. ચૌધરી અને ભાવાભાઇ રબારી સહિત બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ, અગ્રણીઓ, પશુપાલકો અને વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story